ઊભા રહીને પાણી ના પીઓ: અચાનક થઈ જશે સાંધાનો દુખાવો, અપચા ઉપરાંત ઓક્સિજન સપ્લાયમાં પણ અડચણો આવશે.
WELCOME TO GUJARATI TOP FAMOUS WEBSITE.
પાણી હંમેશાં બેસીને શાંતિથી ધૂંટડે-ધૂંટડે પીવું જોઈએ
પાણી એ આપણા ડેલી રૂટિનનો એક મહત્ત્વનો ભાગ છે. થોડીવાર માટે ભૂખ સહન કરી શકાય પણ તરસ રોકી રાખવી મુશ્કેલ છે. પણ શું પાણી પીતી વખતે આપણે તેની રીત પર ધ્યાન આપીએ છીએ? ચાલતા-ચાલતા પાણી પીવાની ટેવ આપણા સ્વાસ્થ્ય માટે જોખમ બની શકે છે. આ વિશે જણાવી રહ્યા છે આયુર્વેદિક ડૉ. સોનિયા.
પાણી પીવાની ટેવ ક્યારે નુકસાનકારણ બની જાય છે?
પાણી પીવાના આયુર્વેદમાં અમુક નિયમ કહ્યા છે. આ નિયમો આપણે અવગણીએ છીએ અને તેને જ લીધે શારીરિક તકલીફો વધી જાય છે. ઊભા રહીને પાણી પીતી વખતે આપણે ઝડપથી પી જઈએ છીએ, આને લીધે શરીર પર ભાર પડે છે. આ પ્રેશર ભોજન જાય તે જ રસ્તેથી પેટમાં જાય છે. પછી નવી-નવી તકલીફો શરૂ થઇ જાય છે.
ALSO READ::
ઊભા-ઊભા પાણી પીવાથી શરીરને શું નુકસાન થાય છે?
સાંધામાં દુખાવો થાય છે: ઊભા રહીને પાણી પીવાથી પાણી ઝડપથી શરીરમાં જાય છે. આવું થવાથી સાંધા પર ખરાબ અસર થાય છે. લાંબા સમય સુધી આ ભૂલ સુધારવામાં ના આવે તો આગળ જઈને શરીરમાં સંધિવા જેવી બીમારી થઇ શકે છે.
અપચાની તકલીફ: બેસીને પાણી પીવામાં આવે તો પેટના મસલ્સ રિલેક્સ રહે છે. ઊભા રહીને પાણી પીતા હોઈએ ત્યારે પેટના મસલ્સ પર સ્ટ્રેસ પડે છે. આને લીધે અપચાની તકલીફ થઇ શકે છે.
કિડનીનું કામ વધી જાય છે: ઊભા રહીને પાણી પીવાથી પાણી ડાયરેક્ટ પેટના નીચેના ભાગમાં જાય છે. વચ્ચે ફિલ્ટર પ્રોસેસ ના થવાને લીધે કિડની પર વધારે સ્ટ્રેસ પડે છે. તેનાથી કિડની સંબંધિત બીમારી થાય છે.
ઓક્સિજન સપ્લાય અટકી પડે છે: ઊભા રહીને પાણી પીવાથી શ્વાસની તકલીફ પણ આવી શકે છે. આ રીતે પાણી પીવાથી ફૂડ અને વિંડ પાઇપ દ્વારા ફેફસાં સુધી પહોંચતા ઓક્સિજન સપ્લાયમાં અવરોધ આવે છે.
અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે.