LPG સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? ચપટી વગાડતાં જ જણાવી દેશે ભીનું કપડું.
REAMING GAS IN CYLINDER
HOW MUCH GAS IN CYLINDER
HOW TO CHECK GAS IN CYLINDER
કેટલાક લોકો એવા પણ છે જે ફ્લેમનો કલર વાદળીમાંથી પીળો થતાં સમજી જાય છે કે સિલિન્ડર (Cylinder) પુરો થવાનો છે. પરંતુ આ બધું ફક્ત તુક્કા જ છે, જે સાચા હોવાના ખૂબ ઓછા ચાન્સ છે.
તમારા ઘરે મહેમાન આવ્યા છે અને અચાનક સિલિન્ડરનો ગેસ ખતમ થઇ જયા છે, તો તમે શું કરશો? આ પ્રશ્ન મનમાં આવતાં જ વિવિધ પ્રકારના જવાબ મનમાં ઉદ્ભવવા લાગે છે.
એટલા માટે આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી સમયસર જાણી શકાશે કે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે.
આનાથી ફ્ક્ત અંદાજો જ લાગે છે
કેટલાક લોકો સિલિન્ડર ઉઠાવીને વજન મુજબ તેમાં બાકી રહેલા ગેસ (LPG cylinder) નો અંદાજ લગાવે છે.
તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે ફ્લેમનો કલર વાદળીમાંથી પીળો થતાં સમજી જાય છે કે સિલિન્ડર (Cylinder) પુરો થવાનો છે.
પરંતુ આ બધું ફક્ત તુક્કા જ છે, જે સાચા હોવાના ખૂબ ઓછા ચાન્સ છે.
કારણ કે સ્ટવના બર્નરમાં તકલીફ હોવાથી પણ (જ્યોત)ફ્લેમનો રંગ બદલાઇ શકે છે.
પરંતુ જે રીત અમે તમને જણાવીશું તે ના ફક્ત સરળ હશે પરંતુ તમને (સાચું)એક્યુરેટ રિઝલ્ટ પણ આપશે.
ALSO READ::
સરકારી યોજનાઓની માહિતી વાંચો | સરકારી નોકરીઓની માહિતી વાંચો | આરોગ્યવર્ધક જાણકારી વાંચો | બાળકોના શિક્ષણ ભણવાના વિડીયો જુઓ
શું છે તે સટીક અને સરળ રીત?
તમે એક ભીના કપડાંની મદા વડે સિલિન્ડર (Cylinder)માં કેટલો ગેસ બાકી છે, તે જાણી શકો છો.
સૌથી પહેલાં તમારે પલળેલા કપડાને ગેસ સિલિન્ડરની આસપાસ લપેટવું પડશે અને લગભગ 1 મિનિટની રાહ જોવી પડશે.
1 મિનિટ સમય પુરો થયા બાદ કપડું હટાવી દો, અને પછી થોડીવાર સિલિન્ડરમાં થનાર ફેરફારને નોટિસ કરો.
તમને જોવા મળશે કે સિલિન્ડર (Cylinder) થોડો ભાગ સુકાઇ જશે, જ્યારે થોડો ભાગ ભીનો રહેશે.
આમ એટલા માટે થશે કારણ કે....
સિલિન્ડર (Cylinder) નો ખાલી ભાગ ગરમ થાય છે, અને પાણી જલદી સોસી લે છે, જ્યારે સિલિન્ડરના જેટલા ભાગમાં ગેસ ભરેલો હોય છે તે ભાગ થોડો ઠંડો રહે છે, અને તે જગ્યા પર પાણી સુકાવવામાં સમય લાગે છે.
અમને આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી સાબિત થશે.