બે દિવસ ધનતેરસ, જાણો પૂજા માટે કયું છે શુભ મુહૂર્ત
આ વખતે ધન તેરસથી માંડીને દિવાળી સુધી તિથિઓની સ્થિતિ એવી છે કે ભારે કન્ફ્યુઝન સર્જાયું છે. એક જ તિથિ બે દિવસે આવતા લોકો મૂંઝવણમાં છે. બે દિવસ ધનતેરસ, બે દિવસ કાળી ચૌદશ અને બે દિવસ દિવાળી છે. પરંતુ કોઈપણ તહેવાર બે દિવસ ન ઉજવી શકાય. આ માટે શાસ્ત્રોમાં અમુક નિયમ બનાવવામાં આવ્યા છે. 25 અને 26 ઓક્ટોબર એમ બે દિવસ ધનતેરસની તિથિ છે પરંતુ તેની ઉજવણી 25 ઓક્ટોબરે જ કરવામાં આવશે. ધન તેરસની તિથિ 26 ઓક્ટોબરે પણ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરુ કરવા અહીં ક્લિક કરો
1/425 ઓક્ટોબરે શુક્રવારઃ
આસો મહિનાની વદની તેરસે ધનતેરસની ઉજવણી થાય છે. આ દિવસે ભગવાન ધનવંતરી સાગર મંથનમાંથી પ્રગટ થયા હતા. આથી જ ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સમસ્યા એ છે કે તેરસની તિથિ બે દિવસ છે. આવામાં શાસ્ત્રોમાં જણાવેલા નિયમ મુજબ જે સમયે સાંજના સમયે તેરસ હોય એ દિવસે જ ધનતેરસની પૂજા થવી જોઈએ. આ નિયમ મુજબ 25 ઓક્ટોબર શુક્રવારે ધનત્રયોદશી એટલે કે ધનતેરસ ઉજવવામાં આવશે.
2/4મુહૂર્ત અને શુભ યોગઃ
તેરસની તિથિનો આરંભ સાંજે 7 વાગી 8 મિનિટ પર થઈ રહ્યો છે. આવતા દિવસે બપોરે 3 વાી 37 મિનિટ સુધી તેરસ રહેશે. પ્રદોષ કાળ સાંજે 5.42 થી રાત્રે 8.15 વાગ્યા સુધી રહેશે. ધન તેરસમાં ધન સંપત્તિમાં સ્થાયીત્વ લાવવા માટે સ્થિર લગ્નમાં પૂજા કરવી શુભ રહે છે. આ દિવસે સાંજે 6.50 વાગ્યાથી રાત્રે 8.42 મિનિટ સુધી વૃષભ લગ્ન રહેશે.
3/4આ રીતે કરો પૂજાઃ
ધનતેરસના દિવસે આરોગ્ય એટલે કે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરનારા ભગવાન ધનવંતરીનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે તેમની પૂજા થાય છે. ધનવંતરી મહારાજની પૂજા પહેલા ઘરના મુખ્ય દ્વાર પર કોડી રાખી દીવો પ્રગટાવવો જોઈએ. એક વાર દીવો ઘરની બહાર કે છાપરા પર દક્ષિણ દિશા તરફ મુખ કરીને કરવો જોઈએ. ત્યાર પછી લક્ષ્મીજી અને ધનવંતરીજીની પૂજા કરવી જોઈએ. પ્રાર્થના કરવી જોઈએ કે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય અને તમારુ ધન સ્થાયી બને એટલે કે બરકત બની રહે.
4/4મુહૂર્ત-ચોઘડિયુંઃ
ધન તેરસની પૂજા માટે શુભ મુહૂર્ત સાંજે 7.10થી 8.15 વાગ્યા સુધીનું છે. જો તમે ચોઘડિયું જોઈને પૂજા કરતા હોવ તો રાત્રે 9.15થી 10.49 સુધી લાભ ચોઘડિયું છે. એ પહેલા રોગ અને કાળ એ બે અશુભ ચોઘડિયા છે.