70-ઈંચની સ્ક્રીન સાથે Redmi TV થયુ લોન્ચ, ફક્ત આટલા રૂપિયામાં લઈ જઈ શકો ઘરે.
Xiaomiની સબ બ્રાન્ડ Redmiએ 70-ઈંચ સ્ક્રીન વાળુ પોતાનું પહેલુ સ્માર્ટ ટીવી મોડલ લોન્ચ કર્યું છે. તેની લોન્ચિંગ ચીનમાં કરવામાં આવી છે. આ ટીવીને વોલ માઉંટ પણ કરવામાં આવી શકે છે અને સ્ટેન્ડ પર પણ રાખી શકાય છે. Redmi TV માં 4K HDR સપોર્ટ અને DTS HD ની સાથે Dolby Atoms ઓડિયોને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.
Redmi TV માં ત્રણ HDMI પોર્ટ્સ, બે USB પોર્ટ્સ અને WiFi ડુઅલ બેન્ડ કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. આ ટીવીમાં 2GB રેમ અને 16GB સ્ટોરેજનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ ટીવી IoT કંટ્રોલ પેજ દ્વારા Xiaomi સ્માર્ટ ડિવાઈસેઝ પણ કનેક્ટ થઈ શકે છે. તેની કિંમત 3799 yuan (લગભગ 38,000 રૂપિયા) રાખવામાં આવી છે.
RedmiBook 14
Redmi પોતાના સ્માર્ટ ટીવી ઉપરાંત નવા RedmiBook 14ને પણ લોન્ચ કર્યું છે. આ પ્રીવિયસ જનરેશન RedmiBookનું અપગ્રેડેડ વર્જન છે. નવા RedmiBook 14ને core i7 10th જનરેશન પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવશે. તેને ગ્રે અને પિંક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
કંપનીનો દાવો છે કે તેમાં 10 કલાકની બેટરી મળશે. નવા RedmiBook 14ને બાકી સ્પેસિફિકેશન્સ જુના મોડલની જેમ જ છે. Intel core i5 10th-gen ની સાથે 8GB રેમ અને 512GB સુધી સ્ટોરેજ વાળા RedmiBook 14ની કિંમત 4499 yuan અને Intel core i7 10th-gen વેરિએન્ટની કિંમત 4999 yuan રાખવામાં આવી છે.