સંપૂર્ણ ‘ડિજિટલ ગ’વર્નન્સ’ તરફ GPSC નું એક વધુ પગલું... ઈન્ટર્વ્યૂ પ્રક્રિયામાં કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિ’સ્ટમ’ દાખલ..



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

સંપૂર્ણ ‘ડિજિટલ ગ’વર્નન્સ’ તરફ GPSC નું એક વધુ પગલું... ઈન્ટર્વ્યૂ પ્રક્રિયામાં કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિ’સ્ટમ’ દાખલ..

*ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક પછી એક એવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે કે જે ભરતીની પ્રક્રિયાને માનવ હસ્તક્ષેપથી મુક્ત કરી કમ્પ્યૂટર સંચાલિત કરે જેથી આયોગની કામગીરી વધુ પારદર્શક અને શ્રઘ્ધેય બને. આ દિશામાં સતત સક્રિય આયોગે મે ૨૦૧૯થી ઈન્ટર્વ્યૂ પ્રક્રિયા દરમિયાન ગુણપ્રદાન કાર્યને ઝડપી, ક્ષતિરહિત અને અસરકારક રીતે કરી શકાય એ માટે ‘કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિ’સ્ટમ’ને અમલમાં મૂકી છે.

આયોગ દ્વારા ઈન્ટર્વ્યૂના આરંભથી પરિણામ જાહેર થવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા આજપર્યંત પેન અને પેપર દ્વારા કરવામાં આવતી હતી. ઉમેદવારનો ઈન્ટર્વ્યૂ પૂર્ણ થયા પછી ચયન સમિતિના સભ્યો ચર્ચા દ્વારા સહમતિ સાધી અપાયેલ ગુણપત્રકમાં ગુણની નોંધણી કરતા. દરેક ઉમેદવાર માટે કરાતી આ પ્રક્રિયા બાદ, દિવસના અંતે ટેમ્પર એવિડન્ટ કવરમાં તમામ ગુણપત્રકો સીલ કરી દેવામાં આવતા. ઈન્ટર્વ્યૂની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, આ ટેમ્પર એવિડન્ટ કવર નિયત પ્રક્રિયા કરી ખોલવામાં આવતા અને કમ્પ્યૂટરમાં ઉમેદવારના કોડની સામે મળેલ ગુણ નોંધવામાં આવતા. આ પ્રક્રિયા સમય અને ચોકસાઈ માંગે તેવી હતી. આ પધ્ધતિની સમાંતરે પ્રિન્સિપાલ સ્કીલ ટ્રેનિંગ (ક્લાસ -૨)ના ૨૮મી મે થી શરૂ થયેલ ઈન્ટર્વ્યૂ દરમિયાન ‘કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિ’સ્ટમ’ આયોગે દાખલ કરી છે જે હવે પછી ૦૮-૧૦ જૂન દરમિયાન યોજાનાર વર્ગ ૧ અને ૨ અને પછીના તમામ ઈન્ટર્વ્યૂને લાગુ પાડવામાં આવશે. આ ‘કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિ’સ્ટમ’ની કાર્યપધ્ધતિ આ મુજબ રહેશે.

❖ એક અથવા એકથી વધુ બોર્ડના કિસ્સામાં સી’રિઅલ ડ્રો કરી ઉમેદવારોને ક્યાં સ્લોટમાં જવું તે ફાળવવામાં આવશે.
➢ (ઉદાહરણ તરીકે, ધારો કે ૧૦૦ ઉમેદવાર હોય અને ઈન્ટર્વ્યૂ પાંચ બોર્ડ્સમાં થવાના હોય તો એકથી સો નંબરનો સી’રિઅલ ડ્રો કરવામાં આવશે. સી’રિઅલ નંબર પ્રમાણે, જો પાંચ બોર્ડ્સ હોય તો એકથી પાંચ, છથી દસ અને એ રીતે આગળના ક્રમના ઉમેદવારોને ઈન્ટર્વ્યૂની પ્રક્રિયા શરૂ કરવા માટે ડ્રો સે’ક્શનમાં બોલાવવામાં આવશે.)

❖ ડ્રો સેક્શનમાં ઉમેદવારો પાસેથી મોબાઈલ અથવા સંદેશા વ્યવહારના જે કોઈ પણ ઉપકરણો હશે તે સ્વિચ ઑફ કરાવી સેફ કસ્ટડીમાં મૂકાવી દેવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને એમનો બોર્ડ નંબર અને પછી યુનિકોડ નંબર ડ્રો પધ્ધતિથી પસંદ કરવાનું કહેવામાં આવશે. ડ્રો પધ્ધતિથી બોર્ડ અને કોડ પસંદ થયા બાદ ઉમેદવાર પોતાના બોર્ડમાં ઈન્ટર્વ્યૂ આપવા માટે ઉપસ્થતિ થશે.

❖ ઈન્ટર્વ્યૂ આપવા હાજર થયેલ ઉમેદવાર બોર્ડ ચેરમેનને પોતે મેળવેલ યુનિકોડ નંબર આપશે અને બોર્ડ ચેરમેન તથા અન્ય સભ્યો એ કોડ પોતાના ટેબમાં નાંખશે અને સમાંતરે પેપર અને પેન વડે ગુણપ્રદાન કરવાની જૂની પધ્ધતિ સૌના ભરોસાને જાળવવા માટે ચાલુ રાખવામાં આવશે અને ઈન્ટર્વ્યૂ શરૂ કરવામાં આવશે.

❖ ઉમેદવારનો ઈન્ટર્વ્યૂ પૂરો થયા પછી ચયન સમિતિના સભ્યો ચર્ચા કરી સહમતિથી હસ્તલિખિત ગુણપત્રકમાં અને સોફ્ટવેરમાં ગુણ પ્રદાન કરશે. ‘કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિ’સ્ટમ’ના સોફ્ટવેરની ખાસિયતો આ પ્રમાણે છે -
➢ ઉમેદવારનો ઈન્ટર્વ્યૂ શરૂ થવાનો સમય તથા ઈન્ટર્વ્યૂ પૂર્ણ થયા બાદ ગુણપ્રદાનનો સમય ‘લૉક’ થશે.
➢ જ્યાં સુધી તમામ સભ્યોએ સોફ્ટવેરમાં નોંધેલ ગુણ એકસરખા નહીં હોય ત્યાં સુધી સોફ્ટવેર ગુણ સ્વીકારશે નહીં.
➢ ઈન્ટર્વ્યૂની પ્રક્રિયા પૂરી થયા પછી જ સોફ્ટવેરમાંથી ગુણ આગળની પ્રક્રિયા માટે ઉપલબ્ધ થશે. આ ગાળા દરમિયાન એકવાર અપાયેલ ગુણને સોફ્ટવેર ‘લૉક’ કરી દેશે.
▪ (ઉદાહરણ તરીકે, ધારો કે ઈન્ટર્વ્યૂનો સમયગાળો પંદર દિવસનો હશે તો સોળમા દિવસે જ ઈન્ટર્વ્યૂના ગુણ અંગે કાર્યવાહી કરી શકાશે.)
➢ સોફ્ટવેરમાં પ્રદાન કરવામાં આવેલ ગુણ અને અન્ય વિગતો એકવાર નોંધાઈ ગયા પછી ઍડિટ ન કરી શકાય એ રીતે ‘લૉક’ થઈ જાય છે.

❖ જે તે દિવસે ઈન્ટર્વ્યૂના અંતે સોફ્ટવેરમાં નોંધાયેલ ગુણપત્રકની પ્રિન્ટ લેવામાં આવશે જેની સરખામણી હસ્તલિખિત ગુણપત્રક સાથે ચયન સમિતિના સભ્યો કરશે અને પછી સમિતિના સૌ સભ્યો પરિણામ પર સહી કરશે. ત્યારબાદ ઈન્ટર્વ્યૂ દિવસને સોફ્ટવેરમાં ‘લૉક’ કરવામાં આવશે. હસ્તાક્ષર કરેલાં ગુણપત્રકો ટેમ્પર એવિડન્ટ કવરમાં સીલ કરવામાં આવશે અને તેમને સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવામાં આવશે. 

❖ નક્કી કરેલ તારીખે, માત્ર અધિકૃત વ્યક્તિ જ સોફ્ટવેરમાં પાસવર્ડની મદદથી લોગ-ઈન કરીને સર્વરમાંથી સીધા ગુણ પ્રાપ્ત કરી શકશે અને સમાંતરે ઉમેદવારના લેખિત પરીક્ષાના ગુણ આયોગની ખાનગી શાખામાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રીતે, અંતિમ પરિણામ તૈયાર થશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ખાનગી શાખા અને ઈન્ટર્વ્યૂ સંચાલન કરનારી શાખા તથા ભરતી શાખા એકબીજાથી ભિન્ન અને સ્વતંત્ર છે.

❖ કોઈ કાયદાકીય ગૂંચ નહીં હોય કે પ્રમાણપત્રોને લઈ શરતી ઈન્ટર્વ્યૂ લેવામાં ન આવ્યો હોય તો ઈન્ટર્વ્યૂ પૂરા થયાના ગણતરીના કલાકોમાં જ પરિણામ પ્રસિધ્ધ કરી શકાશે.

❖ પરીક્ષા નિયમો તથા પરીક્ષા પદ્ધતિની ઉચ્ચ આચાર સહિંતાને અનુસરતા કોઈ પણ પરીક્ષાના માર્ક્સ આખરી પરિણામ પહેલા ડિક્લેર ન કરી શકાય માટે” ડિસ્પ્લે બોર્ડ “ પર માર્ક્સ ડિસ્પ્લે કરવાનો ઉમેદવારો આગ્રહ મારી આ પોસ્ટ વાંચી નહિ કરે તેવી અપેક્ષા છે.

‘કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિ’સ્ટમ’ દાખલ થવાથી ઈન્ટર્વ્યૂ પ્રક્રિયામાં જે કોઈ પણ સ્તરે માનવીય હસ્તક્ષેપ છે તે દૂર થયો છે અને અરજી કરવાથી લઈ પરિણામ તૈયાર કરવાની તમામ પ્રક્રિયા વર્ણનાત્મક પ્રશ્નપત્રો હશે તે સિવાય ડિજિટલ થઈ છે. ઉમેદવારોના મનમાં પરિણામને લઈને ઊભી થતી શંકાઓનું સમાધાન આ કાર્યપ્રણાલિથી થઈ જશે ઉપરાંત, ઈન્ટર્વ્યૂ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની કામગીરીને એક સોફ્ટવેર દ્વારા સંકલિત કરવામાં આવી હોવાને કારણે ખૂબ ઝડપથી ગણતરીના કલાકોમાં જ ક્ષતિરહિત અને ગોપનીય રીતે પરિણામ પ્રસિધ્ધ કરી શકાશે. આ પગલાંને લીધે આયોગનું ભરતી પ્રક્રિયાનું પરિણામ અત્યંત વિશ્વસનીય અને પારદર્શક બનશે.

આવનારા સમયમાં, જે પરીક્ષાઓમાં મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો હશે ત્યાં ઓ.એમ.આર. પધ્ધતિને બદલે CBRT ( ‘કમ્પ્યૂટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ’ ) લેવાની વ્યવસ્થા આયોગ શરૂ કરશે જે અંગેની માહિતી હવે પછીથી આપવામાં આવશે...

આમ, ડિજિટલ ગવર્નન્સના ભાગ અંતર્ગત અરજી મંગાવવાથી લઇ, પ્રાથમિક કસોટીઓના અંતે ૨૪ કલાકમાં OMR આન્સરશીટસ અપલોડ કરવા, પ્રાથમિક/સ્પર્ધાત્મક પરિણામનાં આધારે રૂબરૂ મુલાકાત કે મુખ્ય લેખિત પરીક્ષા (mains ) માટે જરૂરી પ્રમાણપત્રો iSAS ( integrated application scrutiny system ) પર જમા કરવા ( અપલોડ કરવાની ) સુવિધા, ઈન્ટર્વ્યૂ પ્રક્રિયામાં કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિ’સ્ટમ’તથા આખરી પરિણામ Website, Twitter અને GPSC Mobile Appપર પ્રસિદ્ધ કરવાની કરવા સુધીની તમામ પ્રક્રિયા આયોગ દ્વારા Online કરવામાં આવી છે.

www.kamalking.in
આભારસહ,
શુભેચ્છાઓ!

Subscribe to receive free email updates: