પોસ્ટ ઓફિસ બનશે દેશની સૌથી મોટી પેમેન્ટ બેંક, ફ્રીમાં કઈ કઈ સુવિધાઓ આપશે, જાણો વિગત
મુંબઈ: તમારા નજીકની પોસ્ટ ઓફિસ ટૂંક સમયમાં બેંક બનવા જઈ રહી છે. હવે તમે અન્ય બેંકોની જેમ તેમાં પણ પૈસા ડિપોઝિટી કરી શકશો. સાથે જ આ તમને અન્ય બેંકોના મુકાબલે ઘણી ફ્રી સર્વિસ પૂરી પાડશે.
ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)નો ઝડપથી વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. એપ્રિલ 2018 સુધીમાં સમગ્ર ભારતમાં તેની સેવાઓ શરૂ કરવાની યોજનાઓ છે. એ.પી સિંહના જણાવ્યા મુજબ વર્ષ 2018ના અંત સુધીમાં તેમના બધાં ત્રણ લાખ કર્મચારી આ સેવા આપશે. આ સાથે જ ભારતની બીજા નંબરની સૌથી મોટી બેંક હશે.
દેશના જુના બેંક એટીએમ અને અન્ય ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધાઓ માટે પૈસા ચાર્જ કરે છે. પરંતુ પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેંક કસ્ટમરને એટીએમ લેવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો પડશે નહીં. આવી જ રીતે મોબાઈલ એલર્ટ માટે પણ બેંક કોઈ ચાર્જ વસૂલશે નહીં. હાલમાં મોટાભાગની બેંક 25 રૂપિયાથી 50 રૂપિયા સુધી એસએમએસ એલર્ટ માટે ચાર્જ વસુલે છે. આવી રીતે ક્વાર્ટરલી બેલેન્સ મેન્ટેઈન કરવા માટે પણ કોઈ ચાર્જ આપવો પડશે નહીં.
પરંપરાગત બેંકોના મુકાબલે પેમેન્ટ બેંક વધારે વ્યાજ આપી રહી છે. હાલમાં પેટીએમ પેમેન્ટ બેંક અને ફિનો પેમેન્ટ બેંક પરંપરાગત બેંકોની જેમ ડિપોઝિટ પર 4 ટકા વ્યાજ આપી રહ્યા છે. જ્યારે એરટેલ પેમેન્ટ બેંક 7.25 ટકા અને ઈન્ડિયા પોસ્ટ બેંક 5.5 ટકા વ્યાજ આપી રહ્યું છે. જણાવી દઈએ કે આ પેમેન્ટ બેંક જલ્દી જ થર્ડ પાર્ટી દ્વારા ઈન્શ્યોરન્સ અને મ્યૂચ્યુઅલ ફંડ્સ પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી એ.પી સિંહ મુજબ વર્ષ 2018ના અંત સુધીમાં બધાં જ ત્રણ લાખ કર્મચારીઓ આ સેવા આપવા લાગશે. તેમણે કહ્યું હતું કે, માર્ચ 2018 સુધીમાં અમારી પોસ્ટ બેંક દરેક જિલ્લામાં હશે અને વર્ષ 2018ના અંત સુધીમાં દેશની બધી 1.55 લાખ પોસ્ટ ઓફિસ અને ગ્રામીણ પોસ્ટ મેન પાસે આ સેવાની સુવિધા આપવાના ઉપકરણો હશે.
આ બેંકની પરિકલ્પના રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજને કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી બેન્કીંગ સેક્ટરમાં વિવિધતા આવશે અને અત્યાર સુધી બેન્કીંગ વ્યવસ્થાથી દૂર રહેલા લોકો પણ જોડાશે. કોઈપણ ગ્રાહક ઓળખકાર્ડ દ્વારા તેની સાથે જોડાઈ શકે છે. તેના દ્વારા બેંકમાં ખાતુ ખોલાવવાની માથાકુટમાંથી તમે બચી શકો છો અને કેશલેસ ઈકોનોમી તરફ વધી શકો છો.