અસ્થમા કે દમ છે તો નાં થશો પરેશાન તમારી મુશ્કેલી નું સમાધાન છે તમારા ઘરના રસોડામાં
WWW.KAMALKING.IN
અસ્થમા એટલે દમ કે શ્વસન તંત્ર ની બીમારી છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ જાય છે. કેમ કે શ્વસન માર્ગમાં સોજો આવવા ને કારણે તે સંકોચાય જાય છે. એટલા માટે નાના નાના શ્વાસ લેવા પડે છે. છાતીમાં ખેચાણ જેવો અનુભવ થાય છે, શ્વાસ ફૂલવા લાગે છે અને વારવાર ખાંસી આવે છે. આ બીમારી થવાનું ખાસ તો ઉંમર નો બાધ નથી હોતો. કોઈ પણ ઉંમરમાં ક્યારે પણ આ બીમારી થઇ શકે છે.
દમ ની બીમારીને બે ભાગમાં વહેચી શકાય છે. નિશ્ચિત અને અનિશ્ચિત, નિશ્ચિત પ્રકારના દમના રોગમાં શ્વાસમાં તકલીફ એલર્જીને કારણે થાય છે. જયારે અનિશ્ચિત માં પરિશ્રમ, ઋતુ નો પ્રભાવ કે અનુવાંશિક પ્રવૃત્તિ ને કારણે થાય છે. અસ્થમા ક્યારેય ઠીક નથી થઇ શકતો. પરંતુ ઘણા પ્રકારની સારવાર દ્વારા તેના લક્ષણો ને નિયંત્રણ માં લાવી શકાય છે કે ઠીક રાખવાનો પ્રયત્ન કરી શકાય છે.
કારણ : ઘરનું ધૂળ વાળું વાતાવરણ, ઘરના પાળેલા જાનવર, બહાર નું હવાનું પદુષણ, સુગંધિત સોંદર્ય ના સાધનો, સર્દી, ફ્લુ, બ્રોકાઈટીસ અને સનસાઇટીસ નું સંકમણ, ધ્રુમપાન, વધુ પ્રમાણમાં દારૂ પીવો, વ્યક્તિગત કારણથી કોઈ ખાદ્ય પદાર્થો થી એલર્જી, મહિલાઓમાં હાર્મોનલ ફેરફાર, કોઈ વિશેષ પ્રકારની દવાઓ, શિયાળાની ઋતુમાં વધુ ઠંડી, એલર્જી સિવાય પણ દમનો રોગ શરુ થઇ શકે છે, ચિંતા કે ડર ને, વધુ પ્રમાણમાં પ્રોસેસ્ડ કે જંક ફૂડ ખાવાને કારણે, વધુ મીઠું ખાવાને કારણે, અનુવાંશિક ને કારણે વગેરે.
લક્ષણ : દમના લક્ષણ વિષે વાત કરતા જ પહેલી વાત તો મનમાં આવે છે કે, તે છે શ્વાસ લેવામાં તકલીફ, દમનો રોગ અચાનક શરુ થઇ જાય છે અથવા તો ખાંસી, છીક કે શરદી જેવા એલર્જી ના લક્ષણો થી શરુ થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. છાતીમાં જકડાયા જેવું લાગે છે. શ્વાસ ઝડપી લેતી વખતે પરસેવો આવવા લાગે છે, બેચેની જેવું લાગે છે. માથું ભારે ભારે જેવું લાગે છે. જોર જોર થી શ્વાસ લેવાને કારણે થાક જેવું લાગે છે. સ્થિતિ બગડી જવાને લીધે ઉલટી પણ થઇ શકે છે વગેરે.
ઘરેલું ઉપચાર : એક લીટર પાણીમાં બે મોટી ચમચી મેથી ના દાણા નાખીને અડધો કલાક ઉકાળો, ત્યાર પછી તેને ગાળી લો, બે મોટી ચમચી આદુની પેસ્ટ એક ચારણી માં નાખીને તેમાંથી રસ કાઢીને મેથીના દાણા ના પાણીમાં નાખો. ત્યાર પછી એક ચમચી શુદ્ધ મધ આ મિશ્રણ માં નાખીને સારી રીતે મેળવી લો. દમના રોગી ને આ મિશ્રણ રોજ સવારે પીવું જોઈએ. બે નાની ચમચી આંબળા નો પાવડર એક કટોરીમાં લો અને તેમાં એક નાની ચમચી મધ નાખીને સારી રીતે ભેળવી દો. દરરોજ સવારે આ મિશ્રણ નું સેવન કરો. એક કટોરીમાં મધ લો અને તેને સુંધવા થી દમના રોગીને શ્વાસ લેવામાં સરળતા થાય છે.
જરૂરત મુજબ સરસો નું તેલમાં કપૂર નાખી ને સારી રીતે ગરમ કરો તેને કે કટોરીમાં નાખો. પછી આ મિશ્રણ થોડું ઠંડું થઇ જાય પછી છાતી અને પીઠમાં માલીશ કરો. દિવસ માં ઘણી વાર આ તેલનું માલીશ કરવાથી દમ ના લક્ષણો થી થોડો ઘણે અંશે આરામ મળે છે એક કટોરીમાં એક નાની ચમચી આદુનો રસ, દાડમ નો રસ અને મધ નાખીને સારી રીતે ભેળવી દો. ત્યાર પછી એક મોટી ચમચી મિશ્રણ નું સેવન દિવસ માં ચાર વખત કરવાથી દમ ના લક્ષણો થી રાહત મળે છે.
WWW.KAMALKING.IN