How To: આધાર કાર્ડને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડતા શીખો અહીં
નોંધનીય છે કે એક પછી એક તમામ જરૂરી દસ્તાવેજો સાથે આધાર કાર્ડને જોડવામાં આવે છે. ત્યારે કેન્દ્રીય કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદે શુક્રવારે એક પ્રેસ કોન્ફર્ન્સમાં જલ્દી જ સરકાર આધાર કાર્ડને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડશે તેવી જાણકારી આપી હતી. સાથે આ મામલે નિતિન ગડકરી જોડે પણ વાત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ત્યારે હવે પાનકાર્ડ અને બેંક સાથે પણ આધાર કાર્ડને જોડ્યા બાદ જો તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સે પણ આધાર કાર્ડ સાથે ઓનલાઇન જોડવા માંગો છો તો નીચેના સરળ સ્ટેપ ફોલો કરો અને જાતે આધાર કાર્ડને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડો. વધુ શીખો અહીં...
નોંધનીય છે કે આ માટે જલ્દી જ સરકાર નિર્ણય લેશે અને જલ્દી જ આ મામલે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે અલગ અલગ રાજ્યોમાં આધાર કાર્ડને ડ્રાઇવિંગ લાયસન્સથી જોડવા માટે અલગ અલગ પ્રક્રિયા હશે. જો કે આ માટે પરિવહન વિભાગની વેબસાઇટ પર એક લિંક પણ ઉપલબ્ધ રહેશે. કેવી રીતે જોડશો આધારને ડ્રાઇવિંગ લાયસન્સથી જાણો અહીં
1. સૌથી પહેલા તમારા રાજ્ની રોડ પરિવહન વિભાગની વેબસાઇટ પર જાવ.
2. વેબસાઇટ પર આધાર નંબર એન્ટ્રી પર ક્લિક કરો.
3.રજિસ્ટ્રેશન નંબર કે લાયસન્સ માટે સર્ચ પર ક્લિક કરો
4. તે પછી પોતાનું રજિસ્ટ્રેશન નંબર કે લાયસન્સ નંબર એન્ટર કરો.
5. ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો અને તમારા વાહનની ડિટેલ અહીં આવશે.
6. તેમાં નીચેની તરફ તમારે આધાર નંબર અને મોબાઇલ નંબરની કોલમ આપવામાં આવી છે.
7. તેમાં 12 અંકોનો તમારો આધાર નંબર અને મોબાઇલ નંબર એન્ટર કરો.
8. સબમિટ થયા પછી ક્લિક બટન દબાવો અને પછી તમાર મોબાઇલ પર એક કન્ફર્મેશન મેસેજ આવશે
આમ ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા તમે તમારું આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ લિંક કરી શકાશે
FOR MORE UPDATES:
www.kamalking.in