Fast Tag In Indian Vehical



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

FASTTAG IN INDIA

FAST-TAG ON VEHICAL IN INDIA

દેશના તમામ ટોલનાકા ઉપર FASTag લેન શરૂ: લાઇનમાં નહીં ઉભું રહેવું પડે

આખા દેશમાં નેશનલ હાઈવે પર બધા જ ટોલ પ્લાઝા પર FASTag લેન શરૂ કરી દેવામાં આવી છે. આ કારણે વાહનોએ ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની જરૂર નહિ પડે અને તે ઝડપથી ટોલ પ્લાઝા પાસેથી નીકળી શકશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ આ વાતની જાહેરાત કરી છે. આ નવી વ્યવસ્થાને પગલે આ લેનના વાહનોને ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની જરૂર નહિં પડે અને તે ઝડપથી આગળ વધી શકશે.
ફાસ્ટેગ RFID ટેગ છે જે બેન્ક વગેરે સેવા કેન્દ્રો પાસેથી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે મળી શકે છે. સ્ટેટમેન્ટમાં જણાવાયુ છે કે હજારો લોકોએ બે અઠવાડિયાથી ઓછા સમયમાં આ એપ ડાઉનલોડ કરી છે અને ફાસ્ટેગ ખરીદ્યો છે. 31 ઓગસ્ટ 2017 સુધીમાં ફાસ્ટેગની પહોંચ વધીને 18 ટકા થઈ ગઈ હતી. સરકારે 1 ઓક્ટોબર 2017થી વેચાનારા દરેક વાહન માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધું છે.
FASTagને કારણે સૌથી મોટો ફાયદો તો એ થશે કે તમારો સમય અને ઈંધણ બંને બચી જશે. વાહન પ્લાઝા પર પહોંચે તેવું તરત જ પ્લાઝા પરનું ટેગ રીડર આ ટેગ વાંચી તમારા એકાઉન્ટમાંથી રકમ આપોઆપ બાદ કરી દેશે. આથી તમારે ટોલ બૂથ પર ઊભા રહેવાની જરૂર નહિ મળે. વળી, ગ્રાહકને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટોલ ભરાઈ જાય તેવો તરત જ SMS એલર્ટ પણ આવી જશે. તમે તમારા FASTag એકાઉન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, NEFT, RTGS અથવા નેટ બેન્કિંગથી રિચાર્જ કરાવી શકશે.
www.kamalking.in

Subscribe to receive free email updates: