જાણો Google Maps નાં આ ખાસ ફીચર્સ વિશે.



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જાણો Google Maps નાં આ ખાસ ફીચર્સ વિશે.


1. ગૂગલ મેપ્સનાં ખાસ ફીચર્સ

હાલના સમયમાં સ્માર્ટફોન આપની જિંદગીનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે. તેના દ્વારા કેટલાક કામ સરળતાથી કરી શકાય છે. તેમાંથી એક કામ છે રસ્તો શોધવાનો લગભગ દરેક સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ પ્રી-ઇન્સ્ટોલ્ડ આવે છે. તેના દ્વારા યુઝર્સ કોઈ પણ રસ્તાની જાણકારી મેળવી શકે છે. સૌથી મહત્વની વાત, જો તમે તમારા ફોનમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. એપથી ફોનમાં વાયરસ આવવા અથવા હેંગ થવા જેવી સમસ્યા નથી આવતી. આમ તો Google Maps વિશે તમે સારી રીતે જાણતા હશો,પરંતુ આ પોસ્ટમાં એમ તમને તેની સાથે સબંધિત કેટલાક ફીચર્સ વિશે જણાવીશું, જેનાં વિશે તમને નહી જાણતા હોવ.

2. ગૂગલ મેપ્સનાં ખાસ ફીચર્સ

ઝૂમ કરવું સરળ 
જો તમે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને ટ્રાવેલ કરી રહ્યા છો તો જાહેર છે કે, તમે તેને ઓપરેટ કરવા માટે બંને હાથનો ઉપયોગ નહી કરી શકો. જો તમે મેપને ઝૂમ કરવા માંગો છો તો તમારે માત્ર ડબલ ટેપ કરવાનું રહેશે. તેનાથી મેપ ઝૂમ થઇ જશે અને તમે એડજસ્ટ પણ કરી શકો છો.

3. ગૂગલ મેપ્સનાં ખાસ ફીચર્સ

બનાવો પર્સનલ મેપ 
ગૂગલ મેપ (ડેસ્કટોપ) પર તમે પોતાનો મેપ પણ બનાવી શકો છો. તેના માટે તમારે મેનુમાં જઈને Place પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ map અને ત્યાર બાદ create map પર ક્લિક કરો. અહિયાથી તમે મેપને કસ્ટમાઈઝ કરી શકો છો. તેને તમે તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી શકો છો.

4. ગૂગલ મેપ્સનાં ખાસ ફીચર્સ

ટ્રાવેલમાં લગાવો સ્ટોપ્સ 
ટ્રાવેલ કરો તે દરમિયાન તમે બ્રેક પણ લઇ શકો છો. તેનો મતલબ ગૂગલ મેપ પર મલ્ટીપલ સ્ટોપ્સ ફીચરનો ઉપયોગ કરી શકો છો. તેમાં સ્ટાર્ટીંગ પોઈન્ટ અને ડેસ્ટીનેશન નાખો. સ્ટાર્ટીંગ પોઈન્ટની જેવા ૩ ડોટ્સ દેખાશે, જેના પર ક્લિક કરવા પર તમને સ્ટોપ્સનો ઓપ્શન મળશે. જોકે, આ ફીચર માત્ર iOS માં જ આપવામાં આવશે.

5. ગૂગલ મેપ્સનાં ખાસ ફીચર્સ

એક્સપ્લોર 
જો તમને કોઈ જગ્યા પસંદ આવી છે તો તમે તેને રેટિંગ આપી શકો છો, સાથે જ ડિસ્ક્રિપ્શન પણ જોડી શકો છો. તેના માટે પણ તમને મેનુમાં જઈને ઓપ્શન મળી જશે.

6. ગૂગલ મેપ્સનાં ખાસ ફીચર્સ

શેર યોર લોકેશન 
અહિયાં તમે હાલના લોકેશનને કોઈ અન્ય સાથે પણ શેર કરી શકો છો. તેટલું જ નહી તમારા ફ્રેન્ડનું લોકેશન શું છે, તેની જાણકારી પણ તમને મળી જશે....

Subscribe to receive free email updates: