Date: 16/06/2017
Friday
Friday
નવી દિલ્હીઃ આજથી પેટ્રોલ અને ડીઝલ માટે તમારે દરરોજ નવી કિંમત ચૂકવવી પડશે. માર્કેટ અનુસાર કિંમતમાં ફેરફાર કરવાનો નિર્ણયથી 16 જૂનથી એટેલે કે આજથીલાગુ થઈ જશે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને કહ્યું કે, કિંમતમાં દરરોજ ફેરફારની યોજના અંતર્ગત એ નક્કી કરવામાં આવશે કે ગ્રાહકોને યોગ્ય કિંમત પર પેટ્રોલ અને ડીઝલ મળી શકે. જાણો આ નિર્ણયની કેટલીક ખાસ વાતો...
માર્કેટના આધારે બે પેટ્રોલ પંપ વચ્ચે ભાવનો ફરક 15 પૈસા પ્રતિ લિટર સુધીનો હોઈ શકે છે. કારણકે, કોઈ એક કંપનીનો પેટ્રોલ પંપ સપ્લાય ટર્મીનલની પાસે હોય તો તેનો ભાવ ઓછો હોઈ શકે છે. પરંતુ તે જ કંપનીનો પેટ્રોલ પંપ શહેરના ગીચ વિસ્તારમાં હોય તો ત્યાં સુધી પેટ્રોલ પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતા ભાવમાં 5થી 10 પૈસા પ્રતિ લિટરનો ફરક આવી શકે છે.
બે પ્રકારના પેટ્રોલ પંપ હોય છે. એક છે ઓટોમેટેડ પંપ જેના ડિસ્પેસિંગ યુનિટ ઓઈલ કંપનીના સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલા હોય છે. અહીં રોજના ભાવ ઓટોમેટિકલી વહેલી સવારે 6 વાગે બદલાઈ જશે. બીજા નોન-ઓટોમેટેડ પ્રકારના પંપ હોય છે જ્યાં ડિલર મેન્યૂઅલી રોજના ભાવ નોટિસ બોર્ડ પર લખશે.
હવે તમારે પેટ્રોલ પંપ પર જઈને રેટ વિશે માહિતી મેળવવાની અને તે મુજબ નિર્ણય લેવો એ તો એક મુશ્કેલ કામ થઈ પડશે. પરંતુ આવા સંજોગોમાં તમે મોબાઈલ યુઝ કરીને તરત જ એ માહિતી મેળવી શકશો કે તમારી આસપાસના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલનો લેટેસ્ટ રેટ કયો છે.
દરેક ઓઇલ ડિલર્સને બીજા દિવસના ભાવ વિશે રાતના 8 વાગ્યે માહિતગાર કરવામાં આવશે. ડિલર્સે આ ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ કરવાના રહેશે અને તેને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી કાયમ રાખવાના રહેશે. જો ડિલરે ભાવ ડિસ્પ્લે ન કર્યા હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. નવી પદ્ધતિ મુજબ, જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે તો ગ્રાહકને તે જ દિવસે લાભ થાય છે.
દરેક પેટ્રોલ પંપ ઉપર ઓઈલ કંપનીના ફિલ્ડ ઓફિસરનું નામ ડિસ્પ્લે કરવામાં આવ્યું હશે. જો ગ્રાહકને પંપ ઉપર કોઈ નિયમ વિરુદ્ધના ભાવ જોવા મળે કે ભાવ વિશે કોઈ ડિસ્પ્લે ન મૂકવામાં આવ્યું હોય તો તે ફિલ્ડ ઓફિસરને જાણ કરી શકે છે. 24 કલાકની અંદર તેના પર પગલા લેવામાં આવશે.
ઈન્ડિયન ઓઈલ- રેટ જાણવાની ત્રણ રીતઃ પ્રથમ રીત- www.iocl.com પર જાઓ. ત્યાં પંપ લોકેટર ઓપ્શન પર જાઓ અને કિંમત ચેક કરો. બીજી રીત- Fuel@IOC મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને તીની આસપાસના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલની તે દિવસની કિંમત જાણો. ત્રીજી રીત- એસએમએસ કરો RSP Dealer code અને મોકલો 9224992249 આ રીતમાં તમને ડિલર કોડની જાણકારી હોવી જોઈએ. જે મોટા ભાગે પેટ્રોલ પંપ લખ્યો હોય છે.
ભારત પેટ્રોલિયમ- રેટ જાણવાની ત્રણ રીતઃ પ્રથમ રીત-www.bharatpetroleum.in પર જાઓ, ત્યાં પંપ લોકેટર ઓપ્શન પર જાઓ અને કિંમત ચેક કરો. બીજી રીત- મોબાઈલ એપ SmartDrive ડાઉનલોડ કરો અને તમારી આસપાસના પેટ્રોલ પંપ પર ડિઝલ અને પેટ્રોલની તે દિવસની કિંમત જાણો ત્રીજી રીત- એસએમએસ કરો RSP Dealer code અને મોકલી દો 9223112222 પર, આ રીતમાં તમને ડિલર કોડને માહિતી હોવી જોઈએ. જે મોટા ભાગે પેટ્રોલ પર લખેલી હોય છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ- રેટ જાણવાની રીતઃ પ્રથમ રીત- www.hindustanpetroleum.in પર જાઓ. ત્યાં પંપ લોકેટર ઓપ્શન પર જાઓ અને કિંમત ચેક કરો. બીજી રીત- મોબાઈલ એપ My HPCL ડાઉનલોડ કરો અને તમારી આસપાસના પેટ્રોલ પંપ પર ડિઝલ અને પેટ્રોલની તે દિવસની કિંમત જાણો. ત્રીજી રીત- એસએમએસ કરો RSP Dealer code અને મોકલો 9222201122 પર. આ રીતમાં તમને ડિલર કોડની માહિતી હોવી જોઈએ. જે પેટ્રોલ પંપ પર લખેલી હોય છે.