How to: 210 રૂપિયા આપી મહિને કમાવો 5 હજાર રૂપિયા, કેવી રીતે જાણો
શું તમે નિવૃત્ત થઇને દર મહિને 5 હજાર રૂપિયા કમાવવા માંગો છો. તો આ માટે સૌથી યોગ્ય રીત છે આ યોજનાનો ભાગ બનો.
By: Kamal King
જો તમને તે ચિંતા હોય કે તમે નિવૃત્તિ પછી કેવી રીતે આટલી મોંધવારીમાં તમારો નિર્વાહ ચલાવશો. તે પણ કોઇના પર ભાર ન બન્યા વગર. તો તમારે આ આર્ટીકલ વાંચો જોઇએ. સરકાર દ્વારા એક સ્કીમ નીકાળવામાં આવી છે જેનું નામ છે અટલ પેન્શન યોજના. જેના દ્વારા તમે તમારા ભવિષ્યને નિશ્ચિત કરી શકો છો. પાંચ હજાર રૂપિયા કિંમત તમને કદાચ એક સમયે ઓછી લાગે પણ જો ખાલી 210 રૂપિયા આપી મહિને પાંચ હજાર રૂપિયા મળતા હોય તો આ સ્કીમ અપનાવા જેવી જરૂર છે. તો તમે કોઇ સરળ અને સસ્તો પ્લાન તમારી નિવૃત્તિ માટે વિચારી રહ્યા છો તો વાંચો આ આર્ટીકલ. જેમાં વિગતવાર અમે તમને અટલ પેન્શન યોજના વિષે જણાવીશું. જેનો હિસ્સો તમે પણ બની શકો છો. તો વાંચો અહીં...
5 હજાર રૂપિયા પેન્શન
જો તમે 60 વર્ષની ઉંમર પછી મહિને 5 હજાર રૂપિયા મેળવવા ઇચ્છો છો તો તમે અટલ પેન્શન યોજનાનો ભાગ બની શકો છો. આ હેઠળ તમે 18 વર્ષની ઉંમર પછી દર મહિને 210 હજાર રૂપિયા જમા કરાવવા પડશે. આમ કરવાથી તમને 60 વર્ષની ઉંમરે 5 હજાર રૂપિયા પેન્શન મળશે.
શું મળશે ફાયદો?
અટલ પેન્શન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. જો કે દર મહિને તમને કેટલા રૂપિયા તમારી ઉંમર મુજબ લાગશે. જો તમે ઓછી ઉંમરે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કર્યું તો તમે વધુ પેન્શન મેળવી શકો છો. અને વધારે ઉંમરે યોજના શરૂ કરશો તો ઓછું પેન્શન મળશે. તસવીરમાં આંગે વધુ જાણકારી મેળવો
મહિને 1000 રૂપિયા
દર મહિને 1000 રૂપિયા મેળવવા માટે તમારે 42 રૂપિયાથી લઇને 291 રૂપિયા પ્રતિમાહ જમા કરાવવા પડશે. જો કે મૃત્યુ પછી તમારા નોમીનીને 1,70,000 રૂપિયા સંપૂર્ણ રકમ મળી જશે.
5000 રૂપિયા
દર મહિના તમારે 5000 રૂપિયા મેળવવા માટે 210 રૂપિયાથી લઇને 145 રૂપિયા પ્રતિમહિને જમા કરાવી શકો છો. અહીં તમારી મોત પછી તમારી પત્નીને કે પછી નોમીનીને 8,50,000 રૂપિયા મળશે. સાથે જ જો તમારે 4000 રૂપિયા પ્રતિ માહ જોયતા હોય તો તમે 168 રૂપિયાથી લઇને 1164 રૂપિયા પ્રતિમાહ જમા કરાવી શકો છો. જેમાં તમારા નોમીનીને 6,80,000 રૂપિયા મળશે.
કેવી રીતે કરશો આવેદન?
આ માટે તમારે સૌથી પહેલા તેમું ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. અહીં ક્લિક કરો અને આ ફોર્મ ડાઉનલોડ કરો. આ ફોર્મમાં તમામ જાણકારી ભરો. અને સાથે જ તમે તમારા દસ્તાવેજ જમા કરાવો. આ યોજના માટે તમારે બેંક જવાની જરૂર નથી. ઓનલાઇન પણ તમે આ ફોર્મ જમા કરાવી શકો છો. આ માટે આવેદન ભરવા માટે આધાર કાર્ડ અને કોઇ પણ એક બેંકમાં તમારું ખાતુ હોવું જરૂરી છે.
કોણ આ યોજના નથી લઇ શકતું
સરકારી જાહેરાત મુજબ જે લોકો આયકરના દાયરામાં આવે છે કે સરકારી કર્મચારી છે કે પછી પહેલાથી જ ઇપીએફ, ઇપીએસ જેવી યોજના સાથે જોડાયેલા છે .તે આ અટલ યોજનાનો ફાયદો નહીં લઇ શકે. જો કે ઇપીએફ ખાતાગ્રાહકો આવનારા સમયમાં કદાચ નવા સંશોધન પછી આ યોજનાનો લાભ લઇ શકે. સામાન્ય રીતે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો અને મધ્યમ ગરીબ લોકો માટે આ યોજના ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે.