કોરોનાથી મૃત્યુ માટે ૫૦૦૦૦ની સહાય | DEATH DUE TO COVID-19, GET HELP OF 50000 FROM GUJARAT GOVERNMENT



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે 50000 સુધીની આર્થિક સહાય, આ સહાય માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.

DEATH DUE TO COVID-19, GET HELP OF 50000 FROM GUJARAT GOVERNMENT

કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે સહાય

મૃતકોની સહાય લેવા પરિવારજનોએ ભરવા પડશે ફોર્મ

15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે જે લોકો કોરોનામાં મૃત્યું પામ્યા છે તેમના પરિવારજનો માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનામાં જે પરિવારોના સ્વજનો અને ઘરના મોભી ગુમાવ્યા છે તેમને કેન્દ્ર સરકારે આર્થિક સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. આ સહાય માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 

કોરોનામાં મૃત્યુ થનાર મૃતકોના પરિવારોને મળશે સહાય

કોરોનામાં પરિવારોએ ઘરનું ગુજરાન ચલાવનાર સ્વજનો ગુમાવ્યા છે ત્યારે કોરોનામાં મૃત્યું પામેલા મૃતકોના સ્વજનો માટે થોડી રાહત મળે તે હેતુથી  કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે, કોરોના કારણે મુત્યુ પામનાર મૃતકોના સ્વજનોને સહાય મળે માટે કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ હવે  15 નવેમ્બરથી સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. 

મૃતકોની સહાય લેવા પરિવારજનોએ ભરવા પડશે ફોર્મ

ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયારી કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપશે, કોરોના સહાય માટે સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના હોવું જરૂરી છે અને કોરોનાથી થયું છે કે નહીં તેના પર ખરાઈ બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે. 

15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

મહત્વનું છે કે કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે સહાય માટે મંજૂરી આપતા જણાવ્યું છે કે આ આર્થિક મદદ અન્ય કલ્યાણ યોજનાથી અગલ હશે જે રાજ્યના આપદા પ્રબંધન ફંડમાંથી આપવામાં આવશે એટલું જ નહીં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજના દાવો કરે એના 30 દિવસની અંદર આ સહાય મળી જશે. 

કેન્દ્ર સરકારે 50 હજાર આર્થિક મદદની કરી છે જાહેરાત

આપને જણાવી દઈએ કે કોરોના કાળમાં કેટલાક લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા જ્યારે કેટલાકના ઘરોમાં જ મોત નિપજ્યા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટે નિર્દેશ એ પણ કર્યો છે કે ઘરે કે હોસ્પિટલમાં જે પણ કોલોના કોવિડના કારણે મૃત્યું પામ્યા હશે તે તમામને આ વળતર આપવું, સુપ્રમી કોર્ટે NDMA આરોગ્ય મંત્રાલય રાજ્યો માટે દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે આ વળતર સહાય માટે ફરિયાદ નિવારણ સમિતી પુરાવાઓની તપાસ કરી શકે છે તેમજ સમિતીને હોસ્પિટલનો રેકોર્ડ મંગાવવાનો પણ અધિકાર આપવામાં આવશે. 

વિવિધ આરોગ્ય વિષયક ટીપ્સ (આરોગ્યની કાળજી) માટે અહીં ક્લિક કરો

કોરોના મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ મળશે

કોરોના કાળમાં આરોગ્યની અપૂર્તી સુવિધાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, દેશ અને રાજ્યોમાં સ્થિતિ એટલી વણસી હતી કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા લાગી હતી, તો કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિઝન અને દવાઓના અભાવના કારણે પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, પરિસ્થિતિ એટલી હદી વણસી હતી કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા બેડ પણ ઉપલબ્ધ નહોતા થઈ શકતા, અને દર્દીને હોસ્પિટલોમાં લઈ જવા 108માં પણ કલાકો અને દિવસો સુધી વેટિંગ બોલાતું ત્યારે કોરોનામાં મુત્યું પામેલા મૃતકોને થોડા ઘણા અંશે આર્થિક સહાય મળે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ હવે સહાય માટે ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. 

કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ (COVID-19) Death Ascertaining Committee (CDAC) ની રચના કરવા બાબત પરીપત્ર.

જાણો કયાં વિસ્તારમાં મૃત્યુનું સર્ટિફિકેટ કોણ આપશે ?

મહાનગરપાલિકામાં રજિસ્ટ્રાર અને તબીબી અધિકારી

નગરપાલિકામાં રજિસ્ટ્રાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારી

ગ્રામ્યકક્ષાએ રજિસ્ટ્રાર અને તલાટી-કમ-મંત્રી

કેન્ટોનમેન્ટ બોર્ડમાં રજિસ્ટ્રાર અને મુખ્ય કારોબારી અધિકારી

જંગલ વિસ્તારમાં રજિસ્ટ્રાર અને રેન્જ ફોરેસ્ટ અધિકારી

આપ આપના સ્વજનો સુધી અને મિત્રો સુધી આ સમાચારની જાણ કરજો.

Subscribe to receive free email updates: