શાળાકોષ સમજુતી | શાળા ના શિક્ષકો અને બાળકો ની ઓનલાઈન હાજરી માટે
નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે શાળાકોષ નામનો પ્રોગ્રામ શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ શનિવાર સુધી પ્રેક્ટિસ બેઝ ચાલુ થશે અને સોમવારથી સંપૂર્ણ અમલીકરણ થશે. જેની માહિતી, વિડીયો અને મોબાઈલ એપ નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.
સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી શાળાના ડાયસ કોડથી એકાઉન્ટ લોગઇન કરશે. જેમાં તમામ શિક્ષકશ્રીઓની પ્રોફાઈલ ભરશે.
ત્યારબાદ શિક્ષકશ્રીઓ પોતાના પ્રોફાઈલમાં બન્નેહાથની તથા અંગુઠાની ઇમ્પ્રેસન લેશે. જેમાંકમ્પ્યુટરમાં સેવ થઈ જશે.
જે શાળામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા છે એ શાળામાં આચાર્યશ્રી 11 થી 5 દરમિયાન દરેક શિક્ષકશ્રીઓની હાજરી ઓનલાઈન નોંધાવશે
ઉપસ્થિત શિક્ષકશ્રીઓ માટે P
ગેરહાજર શિક્ષકશ્રીઓ માટે A
રજા પર હોય તેને માટે L
ઓફિસીયલ કામ પર હોય તેને માટે O
આ ઓનલાઈન હાજરી દરરોજ આચાર્યશ્રી અપડેટ કરશે.
દરેક શિક્ષકશ્રી પોતાના હાજર દિવસો તેનું સરવૈયું ઓનલાઈન જોઈ શકશે.
જ્યાં કમ્પ્યુટર કે ઇન્ટરનેટ જેવી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં હાજરી નોંધવા માટે ટેબ્લેટ તથા બાયોમેટ્રીક રીડર જેવું ડિવાઇસ આપવામાં આવશે. જેની મદદથી હાજરી નોંધાશે.