*વિસાવદરનાં ભલગામમાં એક અજીબ મુંગા જીવની અનોખી દાસ્તાન*
*જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાનાં ભલગામ (મોટા) ગામે એક અજીબ શ્વાને લોકોને* *અચંબામાં મૂકી દીધા છે. ગામમાં કોઇને ત્યાં મૃત્યુ થાય ત્યારથી લઇને મૃતકની ઉત્તરક્રિયા ન પતે ત્યાં સુધી આ શ્વાન એક ઘરનાં સભ્યની માફક રહે છે. ગામમાં કોઇનું મૃત્યુ થાય ત્યારે મૃતકને ઘેર ગામલોકો ની સાથે આ શ્વાન પણ પહોંચી જાય છે અને તેના આપ્તજનોની માફક જ રડવા લાગે એ પાછું સ્મશાનયાત્રામાં પણ જોડાય, અંતિમ વિધી વખતે ચિત્તાની પાસેજ રહે. અગ્નિદાહ દેવાયા બાદ તેની આંખમાંથી મૃતકને જાણે અંજલિ આપતો હોય એમ અશ્રુધારા વહાવે અને પરિવારજનો સાથે જ પરત ફરી અન્યોની જેમ સ્નાન પણ કરે.છે હવે તો ગામલોકો પણ જાણી ગયા હોઇ તેને ચા – પાણી, ખાવાનું આપે છે મૃતકની ઉત્તરક્રિયા ન પતે ત્યાં સુધી આ કુતરું તેને ઘેર જ ધામા નાંખે છે અને ખુબીની વાત તો એ છે કે એક કુતરૂં પોતાની શેરીમાંથી બીજી શેરીમાં જાય તો ત્યાંનાં કુતરાં તેને ભસીને ભગાડી મુકતા હોય છે પણ આ શ્વાન મૃતકને ઘેર જાય તો એ શેરીનાં કુતરાં તેને ભસતા નથી તેર દિવસ માટે એ ત્યાં જ રહે છે તથા મૃતકનો ખરખરો કરવા માટે પાથરેલાં ગાદલાં પરજ તે બેસે છે જો કે તેર દિવસ બાદ મૃતકનાં પરિવારજનો મહાદેવનાં મંદિરે દિવો મૂકવા જાય ત્યારે તેની સાથે જાય છે અને ત્યાંથી પછી તે પાછું નથી ફરતું. માનવી પ્રત્યે અનોખી લાગણી ધરાવતા આ શ્વાનને હવે ગામલોકો પણ શેરીનાં કુતરાંની જેમ ક્યારેય હડધૂત નથી કરતા"*
Kanubhai Joshi
BRP DEODAR