વાત્ત, પિત્ત અને કફને સરળ ભાષામાં સમજીએ. આ જાણકારી પછી તમે અડધા ડોક્ટર થઇ જશો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

વાત્ત, પિત્ત અને કફને સરળ ભાષામાં સમજીએ. આ જાણકારી પછી તમે અડધા ડોક્ટર થઇ જશો

તમને ખબર હશે કે જમ્યા પછી તમારે પાણી ન પીવું જોઈએ તેના સ્થાન પર તમે જ્યુસ, તાક (છાસ અથવા લસ્સી) અથવા દૂધ પી શકો છો. ના વાંચ્યું હોય તો આ ક્લિક કરી ને વાંચી લેજો >> જો ૧૪૮ બીમારિયો થી બચવું હોય તો ભોજન પછી પાણી નાં પીવો. આ ત્રણ વસ્તુ પી શકો છો

હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે શું આ ત્રણેય વસ્તુઓ જમતી વખતે ગમે ત્યારે પી શકીએ છીએ, તો અમારો જવાબ ના છે. જ્યુસ, તાક (છાસ અથવા લસ્સી) અને દૂધનો સમય પણ નિશ્ચિત છે, તે તમે કોઈ પણ સમયે પી શકતા નથી. ગમે ત્યારે તાક (છાસ અથવા લસ્સી) પી શકતા નથી, ગમે ત્યારે જ્યુસ પી શકતા નથી અને ગમે ત્યારે દૂધ પી શકતા નથી. ત્રણેયનો સમય નીશ્ચીત છે.

સમયની નિશ્ચિતતા તે છે કે સવારનો નાસ્તો જો કર્યો હોય તો નાસ્તા પછી તમે જ્યુસ પી શકો છો બપોરે જમ્યા પછી તમે તાક (છાસ અથવા લસ્સી) પી શકો છો અને રાત્રે જમ્યા પછી તમે દૂધ પી શકો છો. આ જે સમયનું ચક્કર છે, તેને ધ્યાનમાં રાખવાનું છે. તેને આગળ પાછળ કરવાનું નથી. થોડું વધારે સમજાવું છુ, સવારે ક્યારેય દૂધ પીવું જોઈએ નહી, રાત્રે ક્યારેય તાક (છાસ અથવા લસ્સી) પીવું જોઈએ નહી અને બપોરે ક્યારેય જ્યુસ પીવું જોઈએ નહી.

આ નિયમ પર ભાઈ રાજીવ દિક્ષિતજીએ ખુબ ઓબ્ઝર્વેસન (Observation) કર્યા હતા. તેમણે ઘણા દર્દીઓને કહ્યું કે તે આગળ પાછળ કરી દો, સવારે જે નિયમ છે જ્યુસ પીવાનો તે સાંજનો કરાવ્યો. અને કેટલાક દર્દીઓના દૂધ પીવાનો નિયમ સવારે કરાવી દીધો. તેનું પરિણામ તે આવ્યું કે જે તેમની બીમારી હતી તેમાં કોઈક ખામી આવી. બીમારી જેવી પહેલા હતી તેવી જ રહી. પરંતુ જેવો આ નિયમ સરખો કર્યો, સવારે જ્યુસ પીવું, રાત્રે દૂધ પીવું, બપોરે તાક (છાસ અથવા લસ્સી) પીવું, તેમની બીમારી થોડા દિવસોમાં જ મૂળમાંથી જતી રહી અને તે બધા આ નિયમનું પાલન કરીને આજ સુધી સ્વસ્થ છે, દુરસ્ત છે, તંદુરસ્ત છે. તો તમે પણ તેનું ધ્યાન રાખો સવારના નાસ્તા પછી જ્યુસ પી શકો છો નારંગીનું, મોસંબીનું, કેરીનું, તરબુચનું, ટમેટાનું, ગાજરનું અથવા પાલકનું બપોરે જમ્યા પછી તાક (છાસ અથવા લસ્સી) અને રાત્રે જમ્યા પછી દૂધ.

દૂધ,તાક (છાસ અથવા લસ્સી) અને જ્યુસ આ ત્રણેયનો સમય કેમ નિશ્ચિત છે. આપણા શરીરમાં દોષોનો પ્રભાવ રહે છે. જેને આપણે વાત્ત પિત્ત અને કફ કહીએ છીએ. કદાચ તમારા મનમાં પ્રશ્ન થાય કે આ વાત્ત પિત્ત અને કફ દેખાવમાં કેવા હોય છે ??? તો હાલ પુરતું તમે એટલું જાણી લો ! કફ અને પિત્ત લગભગ એક જેવા હોય છે ! સરળ ભાષામાં નાકમાંથી નીકળતા બલગમને કફ કહે છે ! કફ થોડો ઘટ્ટ અને ચીકણો હોય છે ! મોઢામાંથી નીકળતી બલગમને પિત્ત કહે છે ! તે ઓછો ચીકણો અને પ્રવાહી જેવો હોય છે !! અને શરીરમાંથી નીકળતા વાયુને વાત્ત કહે છે !! તે અદ્રશ્ય હોય છે !

ઘણી વાર પેટમાં ગેસ બનવાના લીધે માથાનો દુખાવો થાય છે તો તેને તમે કફનો રોગ નહી પણ પિત્તનો રોગ કહેશો !! કારણ કે પિત્ત બગડવાથી ગેસ થઇ રહ્યો છે અને માથાનો દુખાવો થઇ રહ્યો છે ! આ જ્ઞાન ખુબ જ ઊંડું છે સારું તમે એટલું યાદ રાખો કે આ વાત્ત – પિત્ત અને કફનું સંતુલન બગડવાથી બધા રોગ આવે છે. અને આ ત્રણ જ મનુષ્યની ઉંમરની સાથે અલગ અલગ રીતે વધે છે ! બાળક જન્મે ત્યારથી ૧૪ વર્ષની ઉંમર સુધી કફના રોગ વધુ થાય છે !

વારંવાર ખાસી, શરદી,છીક આવે વગેરે થશે ! ૧૪ વર્ષથી ૬૦ વર્ષ સુધી પિત્તના રોગો સૌથી વધારે થાય છે વારંવાર પેટનો દુખાવો, ગેસ બનવો, ખાટા ઓડકાર આવવા વગેરે !! અને તેના પછી ઘડપણમાં વાત્તના રોગો સૌથી વધુ થાય છે ઘુટણનો દુખાવો, સાંધાના દુખાવા વગેરે.

૧. વાત્તનો પ્રભાવ સવારે સૌથી વધુ હોય છે

૨. પિત્તનો પ્રભાવ બપોરે હોય છે

૩ કફનો પ્રભાવ રાત્રે હોય છે

સૌથી વધારે સવારે શરીરમાં વાત્ત હોય છે જેમાં વાયુ હોય છે અને સવારના સમયે વાયુ શરીર માટે ઘણું જરૂરી છે. શરીરમાં જો વાયુનો પ્રકોપ ન હોય તો સંડાસ થશે નહી અને સવારે જેમને સંડાસ થાય નહી તેમની જિંદગી ખુબ તકલીફમાં હોય છે. જો સવારે વાયુનો પ્રકોપ ન હોય તો મળ અને મૂત્ર બન્ને શરીરની બહાર નીકળશે નહી અને તેના વેગથી જ તે બહાર નીકળે છે અને જો તે બહાર નહી નીકળે તો શરીરમાં ઝેર જ ઝેર થઇ જશે. તે માટે પ્રકૃતિએ સુંદર વ્યવસ્થા કરી છે કે સવારે શરીરમાં વાયુના પ્રકોપને સંતુલિત રાખનારી વસ્તુ પીવી સૌથી સારી છે.

નીચે નો ફોટો વાંચો તેની વૈજ્ઞાનિક પુષ્ટિ પણ થઇ ગઈ છે.

માની લો કે આજે ગામમાં ખુબ તેજ આંધી આવે અને અચાનક જ વરસાદ પડે તો શાંતિ થઇ જશે. તોફાનને શાંત કરવાની તાકાત પાણીમાં છે એટલે શરીરને વાયુનો પ્રકોપ ખુબ છે તો તે સમયે તમે જ્યુસ પી શકો છો. જ્યુસમાં સૌથી વધુ પાણી હોય છે તેનાથી વાયુ શાંત રહેશે તેથી સવારના સમયે જ્યુસ પીવાનું હોય છે.

બપોરના સમયે પિત્તની પ્રકૃતિ હોય છે કારણ કે તે સમયે સૂર્ય ખુબ તેજસ્વી હોય છે. બપોરે સૂર્યનો પિત્તની સાથે સીધો સંબંધ હોય છે. સૂર્યનો અગ્નિની સાથે સીધો સંબંધ છે અને સૂર્ય જેટલો તીવ્ર હશે પેટની અગ્નિ પણ તેટલી જ તીવ્ર થશે અને અગ્નિ જેટલી તીવ્ર થશે, પિત્ત તેટલું જ તીવ્ર થશે તેથી બપોરે પિત્તને શાંત રાખે તેવી કોઈ વસ્તુ પીવી શરીર માટે ખુબ જરૂરી છે. બે વસ્તુઓમાં પિત્તને શાંત કરવાની તાકાત સૌથી વધુ હોય છે. એક ગાયનું ઘી અને બીજું દહીંની તાક (છાસ અથવા લસ્સી).

WWW.KAMALKING.IN

તેથી આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે બપોરે જમ્યા પછી તમે તાક (લસ્સી) પી શકો છો. રાતના સમયે શરીરમાં ખુબ કફ હોય છે તેથી કફને નિયંત્રિત કરવાની તાકાત ગાયના દુધમાં છે, ભેસના દુધમાં નથી, ભેસનું દૂધ કફને વધારે છે. ગાયનું દૂધ કફને શાંત કરે છે. તેથી રાતના સમયે હમેશા દૂધ અને સવારના સમયે જ્યુસ અને બપોરના સમયે તાક (છાસ અથવા લસ્સી) પીવું જોઈએ.

કફ,વાત,પિત્ત ને સંતુલિત કરવા નાં અસરકારક ઉપાયો સાંભળો ગુજરાતી માં આયુર્વેદ નું અદભુત જ્ઞાન

Subscribe to receive free email updates: