40 ની ઉંમરથી ઉપરના લોકોએ જરૂર ચેક કરવી જોઈએ આ 5 વાતો ક્લિક કરી જાણો કઈ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

40 ની ઉંમરથી ઉપરના લોકોએ જરૂર ચેક કરવી જોઈએ આ 5 વાતો ક્લિક કરી જાણો કઈ

FOR NEW JOBS AND EDUCATIONAL UPDATES, VISIT WWW.KAMALKING.IN
જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય છે, તેમ તેમ શરીરની કુદરતી શક્તિ નબળી થવા લાગે છે. એટલે કે ઉંમર વધવાની સાથે સાથે આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો પણ વધવાની શરુ થઇ જાય છે. પણ જો વ્યક્તિનું ખાવા પીવાનું, ફીટનેશ અને જીવનધોરણ ઠીક છે તો તે 60 વર્ષની ઉંમરમાં પણ યુવાનની જેમ જીવન જીવી શકે છે. 40 વર્ષની ઉંમર પછી ઘણી બીમારીઓ અને શારીરિક તકલીફો ખુબ સામાન્ય વાત થઇ ગઈ છે. જેમ કે સાંધાના દુઃખાવા, બ્લડપ્રેશર, શુગર, ડાયાબીટીસ, પાચનક્રિયામાં ગડબડ, માથાનો દુઃખાવો, નબળાઈ અને કમર દર્દ છે. ન ફક્ત તે જ, પણ તે ઉપરાંત બીજી પણ ઘણી બીમારીઓ છે જે 40 વર્ષ ઉપરની ઉંમરના લોકોને તરત ઘેરી લે છે. આમ તો દરેકે પોતાનું ધ્યાન રાખવું જોઈએ પણ મહિલાઓએ આ ઉંમરમાં તેમનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે.

આજે અમે તમને એવી જ થોડી વાતો જણાવી રહ્યા છીએ. આવો જાણીએ કે કઈ છે તે વાતો.

સમયાન્તરે તમારી તપાસ કરાવતા રહો. ઘણા લોકો વ્યસ્ત હોવાને લીધે ઇગ્નોર કરે છે. જયારે આવું બિલકુલ ન કરવું જોઈએ. 40 વર્ષની ઉંમર પછી નિયમિત શરીર ની તપાસ કરાવવી જરૂરી છે. જેથી જાણી શકાય કે તમારા શરીરમાં શું સ્થિતિ છે. સાથેજ તમને ખબર પડે કે તમારું શરીર કોઈ બીમારીની ઝપટમાં છે તો તમે તેનો સમયસર ઈલાજ કરવી શકો.

40 વર્ષની ઉંમર પછી તમારે ખાવા પીવામાં પણ ખુબ ધ્યાન આપવું જરૂરી રહે છે. શરીરમાં હાર્મોન ઘણા બદલાઈ જાય છે. સાથેજ પાચનક્રિયા એટલી જ નબળી પડે છે. જીભની લાલચમાં આવીને પોતાના સ્વાસ્થ્ય સાથે રમત ન કરો. જે પણ ખાવ સમજી વિચારીને ખાવ.

જો તમે ફીટ રહેવાને લીધે થોડા વધુ ઉત્સાહી છો તો કોઈ તાલીમી શિક્ષક ની સલાહ મુજબ જ કસરત કરો. આ ઉંમરે પોતાની મરજી મુજબ કોઈ કસરત શરુ ન કરો. કોઈ ફીટનેશ ટ્રેનર કે જાણકારની સલાહ લઈને જ કસરત અને યોગ કરો.

સવારનું ફરવાનું આમતો દરેકના આરોગ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. પણ 40 વર્ષની ઉંમર પછીના લોકો માટે તેની વધુ જરૂર નથી હોતી. માટે રોજ ઓછામાં ઓછું ૨૦ મિનીટ ફરવાનું જરૂર રાખો. તેનાથી બીમારીઓ દુર રહે છે અને ચહેરા ઉપર ચમક જળવાય રહે છે.

દોડાદોડ વાળા જીવનને લીધે આજકાલ લોકોમાં ઊંઘનો અભાવ રહેવો પણ સામાન્ય વાત બની ગઈ છે. આવી વસ્તુ કરવાથી બચો. દિવસમાં લગભગ 8 કલાક ઊંઘ જરૂર કરો. ઊંઘ પૂરી ન થવાને લીધે આરોગ્યને નુકશાન પણ થઇ શકે છે.

વર્ષો જુની ખાંસીને પણ 5 મીનીટમાં દુર કરે છે આ હોમમેડ ઈલાજ

હવે સીઝન ઘણી બદલાઈ ગઈ છે. સવાર સાંજ ઠંડી હવા ચાલે છે. આ બદલતી સીઝનની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. શરદી શળેખમ, ખાંસી-તાવ અને ગળામાં દુઃખાવો અને ખરાશ જેવા રોગ આજકાલ ખુબ જ સામાન્ય બની ગયું છે. તે સાંભળવામાં જેટલું સામાન્ય લાગે છે તકલીફ એટલી જ ભયંકર હોય છે. હમેશા લોકો શરદી-ખાંસી થાય ત્યારે એન્ટીબાયોટીક એટલે કે અંગ્રેજી દવા લઈએ છીએ. તે દવાઓ આપણા શરીર ઉપર સારી અસર કરવાને બદલે ક્યારેક ક્યારેક ખરાબ અસર કરે છે. એના કરતા સારું તે છે કે તમે કોઈ ઘરેલું રીતો થી જ સીઝનની બીમારીઓનો ઈલાજ કરાવો. શરદી- શળેખમ, થાય ત્યારે આયુર્વેદિક સીરપનો ઉપયોગ કરવાથી તમને તરત આરામ મળે છે. આજે અમે તમને ખાંસી માટે ઘરમાં સીરપ બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.

કઈ વસ્તુથી બનશે સીરપ

લગભગ 10 થી 12 ગ્રામ તુલસીના પાંદડા

3 થી 4 લવિંગ

4 થી 5 કાળા મરી

3 ચમચી મધ

ચપટી સીધાલું મીઠું

થોડી સુંઠ અને તજ પાવડર

અને 1 નાના આદુનો ટુકડો

બનાવવાની રીત

આ સીરપને બનાવવી ખુબ સરળ છે. કદાચ આ સીરપનું નામ અને તેના વિષે તમારા દાદી-નાની પાસેથી જરૂર સાંભળ્યું હશે. પહેલાના સમયમાં આવી સીઝનની બીમારીઓ માટે જાત જાતની સીરપ બનાવવામાં આવતી હતી. હવે જાણીએ કે કેવી રીતે બનાવાય છે આ સીરપ. તેને બનાવવા માટે સૌથી પહેલા તુલસીના પાંદડા, લવિંગ, સિંધાલુ મીઠું કાળા મરી, આદુના ટુકડા, સુંઠ અને તજ પાવડરને સારી રીતે વાટીને તેની ઝીણી પેસ્ટ બનાવી લો.

હવે તેને એક ગ્લાસ પાણીમાં નાખીને સારી રીતે ઉકાળી લો. જયારે તે ઉકળી ને અડધું રહે તો તાપ હળવો કરીને દુર કરો. હવે તેને 1 ગ્લાસમાં રાખો અને તેમાં 1 ચમચી મધ ભેળવો. તમારી આ સીરપ તૈયાર છે. તમે તેને એક વખતમાં 2 થી 3 ચમચી પી શકો છો. તમે ધારો તો તેને એક કાચની બોટલમાં ભરીને 1 દિવસ માટે રાખી શકો છો. પણ 1 દિવસથી વધુ ન રાખશો. આ સીરપ ખાંસી ની સાથે જ શરદી- શળેખમ, ગળાનો દુઃખાવો અને ગળામાં ખરાશમાં પણ આરામ અપાવે છે.
FOR NEW JOBS AND EDUCATIONAL UPDATES, VISIT WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: