દ્રશ્ય 1 (સાડીની દુકાન)
CREATED BY: www.kamalking.in
માની લોકે કોઈ સાડીની દુકાન છે બે કે ત્રણ સ્ત્રી સાડી ખરીદવા જાય છે આશરે 60 જેટલી સાડી ઓ ખોલે છે જુએ છે ભાવતાલ પૂછે છે પણ સ્ત્રીઓને એક પણ સાડી નથી પસંદ આવતી એટલે તે દુકાન માંથી ઉભી થઇ જાય ત્યારે દુકાન વાળો સ્મિત કરી ને કહે છે કે " કઈ વાંધો નહિ બહેન આવતાં અઠવાડિયે ફરીથી આવજો તમને જોઈ એવા કલર અને તમારી પસંદગીની સાડી ઓ આવી ગઈ હશે.. મોઢા પર કંટાળાનો જરાપણ ભાવ લાવ્યા વગર એ બધી સાડીઓ હોંશથી સંકેલાવા માંડે છે અને બીજા ઘરાક આવે એટલે વળી પાછી એજ પ્રકિયા ઘરાક સાડી લે કે નહિ એ તેમનું શ્રેષ્ઠ કામગીરી કરતો જ રહે.....
CREATED BY: www.kamalking.in
દ્રશ્ય 2 પ્રાથમિક શાળા કોઈ એક વર્ગમાં કોઈ બાળક ને નાં સમજાય તો શિક્ષક એક કે બે વાર પ્રયત્ન કરી ને પછી કંટાળે છે અને કહે કે "ડોબા હવે તને નહિ આવડે તું તો સાવ ગધેડો છો!!!
શું સાડીવાળા ની જેમ કોઈ શિક્ષક કહે ખરો "કાંઈ વાંધો નહિ બેટા કાલે બીજી રીતે શીખીશું!! તું હિમ્મત નાં હારતો તને ચોક્કસ આવડી જશે!!!! પીટીસી કે બીએડ માં આપણે કેટલી કેટલી પદ્ધતિ અને પ્રયુક્તિઓ શીખતાં હોઈએ છીએ!! વર્ગખંડમાં તેનો ઉપયોગ કેટલો??? પીટીસી કે બીએડ માં વાર્ષિક પાઠ આપ્યો હોય ત્યારે આપણે કેટલી તૈયારી કરતા હોઈએ છીએ!! ચાર્ટ બનાવે અગાઉથી ત્રણ વાર સુધારેલું આયોજન થાય મિનિટે મિનિટ નું આયોજન તૈયાર હોય... જે શિક્ષક મિત્રો હોય એ વિચારી જુએ કે એ વાર્ષિક પાઠ જેવું કે એના કરતા પા ભાગનું પણ આયોજન આપણી નોકરી દરમ્યાન કેટલી વાર કર્યું.... જો દિલ પર હાથ રાખીને સાચી રીતે વિચારીશું તો પછી આપણ ને જ ખ્યાલ આવી જશે કે જોડો ક્યાં ડંખે છે!!!
CREATED BY: www.kamalking.in