અનીંદ્રા
CREATED BY: www.kamalking.in
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.CREATED BY: www.kamalking.in
ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
CREATED BY: www.kamalking.in